મનહર શાંતિલાલ મોદી
મનહર મોદી (૧૫ એપ્રિલ ૧૯૩૭ – ૨૩ ફેબ્રુઆરી ૨૦૦૩) ગુજરાતી ભાષાના કવિ હતા. તેમનો જન્મ અને શિક્ષણ અમદાવાદમાં થયાં હતાં અને તેમણે વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય તેમજ અનેક સામયિકોનું સંપાદન કાર્ય કર્યું હતું. તેઓ તેમની કવિતાઓમાં પ્રયોગશીલ હતા.
મનહર મોદીનો જન્મ ૧૫ એપ્રિલ ૧૯૩૭ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે શાળા શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. ૧૯૬૨માં તેમણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તથા ૧૯૬૪માં ગુજરાતી અને સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૬૬માં એ જ વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. પૂર્ણ કર્યું.
વિદ્યાર્થી જીવન દરમિયાન તેમણે અનેક વ્યવસાયો અજમાવ્યા. તેમણે ૧૯૫૬થી ૧૯૫૮ સુધી ટેક્સટાઇસ સેલ્સમેન તરીકે કામ કર્યું. તેમણે ૧૯૫૮થી ૧૯૬૬ સુધી પશ્ચિમ રેલ્વેમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. ૧૯૬૬માં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે ડાકોરની ભવન્સ કોલેજમાં તેમણે થોડો સમય અધ્યાપન કાર્ય કર્યું. પછીથી તેઓ ભક્ત વલ્લભ ધોળા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. આઠ વર્ષ સુધી તેઓ નિરિક્ષક સામયિકના તંત્રી રહ્યા. તેઓ ઉદગાર સામયિકના પણ સંપાદક હતા, જે આર. આર. શેઠ કંપનીનું સામયિક હતું. તેમણે રન્નાદે પ્રકાશનની સ્થાપના કરી અને ઓળખ સામયિકની શરૂઆત કરી અને ૧૬ વર્ષ સુધી તેના તંત્રી રહ્યા. તેઓ કેટલાક વર્ષ માટે ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા અને તેના વાર્ષિક મુખપત્ર અધીતનું સંપાદન સંભાળ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર પરબ માસિકનું સંપાદન તેમણે થોડો સમય કર્યું હતું. તેઓ અસૈત સાહિત્ય સભાના પ્રમુખ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ રહ્યા હતા.
૨૩ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું હતું.
hL™kËu «fkþ™

"શબ્દોના શ્રેષ્ઠ શિલ્પી, દિલોના અનંત સ્પંદન,
મનહર મોદીની ગઝલો - માનવ મનના મર્મનું મંત્રણ."
Free delivery
For all orders above ₹500
Secure payments
Confidence on all your devices
Top-notch support
rannade_2002@yahoo.com